ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 26, 2025 7:45 પી એમ(PM) | IPL

printer

IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મૅચ રમાઈ રહી છે. આસામના ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થયેલી મૅચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. રાજસ્થાન રૉયલ્સની ટીમ રિયાન પરાગ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ અજિંક્યા રહાણેના સુકાની હેઠળ રમી રહી છે.
હાલમાં મળતાં અહેવાલ મુજબ, રાજસ્થાન રૉયલ્સે 3 ઑવરમાં 0 વિકેટ ગુમાવી 26 રન બનાવ્યા છે.
આ પહેલા ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મૅચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને અગિયાર રનથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે જીતવા 244 રનનો લક્ષ્યાંક આપ્યો. જ્યારે ગુજરાત ટાઈટન્સ નિર્ધારિત 20 ઑવરમાં પાંચ વિકેટ ગુમાવી 232 રન પર ઑલ-આઉટ થઈ ગઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ