IPL ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થયો છે. આઇપીએલની પ્રથમ મેચમાં કોલકાતામાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચાલી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી છે.
હાલમાં મળતા સમાચાર મુજબ કોલકાતા નાઈટ રાઈડર્સે 4.1 ઓવરમાં 1 વિકેટે 31 રન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેચ શરૂ થયા પહેલા ઉદ્દઘાટન સમારોહમાં હિન્દી સિનેમાના અભિનેત્રી દિશા પટણી, પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલ અને પંજાબી ગાયક કરણ ઔજલાએ પ્રસ્તુતિ કરી હતી.
આ ટુર્નામેન્ટમાં 10 ટીમો 74 મેચ રમશે. સ્પર્ધાની ફાઇનલ 25 મેના રોજ યોજાશે.
Site Admin | માર્ચ 22, 2025 8:10 પી એમ(PM)
IPL ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થયો છે.
