ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટની 18મી આવૃત્તિ આજથી શરૂ થઈ રહી છે. આજે કોલકાતામાં ઓપનિંગ મેચમાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થાય તે પહેલા બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી, પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલ અને પંજાબી ગાયક કરણ ઔજલા ઉદ્ઘાટન સમારોહમાં પરફોર્મ કરશે.
ટુર્નામેન્ટમાં 10 ટીમો 74 મેચ રમશે. સ્પર્ધાની ફાઇનલ 25 મેના રોજ યોજાશે. ગ્રુપ A માં ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સનો સમાવેશ થાય છે. ગ્રુપ બીમાં મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે.
દરમિયાન, ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પર્ધામાં ચાર મોટા ફેરફારો કર્યા છે. બોર્ડે ગઈકાલે કેપ્ટન, કોચ અને મેનેજરો સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં બોલરોને બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કોવિડ રોગચાળા દરમિયાન લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વધુમાં, સાંજની મેચોમાં ઝાકળથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે, બીજી બોલિંગ કરનારી ટીમ પાસે 10મી ઓવર પછી બોલ બદલવાનો વિકલ્પ હશે. અમ્પાયર 10 ઓવર પછી બોલ બદલવાનો નિર્ણય પણ લઈ શકે છે.
Site Admin | માર્ચ 22, 2025 8:45 એ એમ (AM)
IPL ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થશે
