ઈન્ડિયન પ્રિમિયર લીગ-IPLમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે સાંજે સાડા સાત વાગે મેચ શરૂ થશે.
બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 8 વિકેટે પરાજય આપ્યો. ગુજરાત ટાઇટન્સે 17 ઓવર અને પાંચ બોલમાં બે વિકેટ ગુમાવીને 170 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કર્યો. ગુજરાત ટાઇટન્સ માટે જોસ બટલરે 39 બોલમાં 73 રન બનાવ્યા
આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ-એ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 3 વિકેટ લેતા તેમણે ને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયાં હતાં.
Site Admin | એપ્રિલ 3, 2025 3:29 પી એમ(PM)
IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો
