ઇન્ડિયન પ્રીમિયર લીગ -IPL T20 ક્રિકેટમાં, મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને આઠ વિકેટથી હરાવ્યું.મુંબઈની ટીમે 12 ઓવર પાંચ બોલમાં 117 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બે વિકેટ ગુમાવીને 121 રન બનાવી મેચ જીતી લીધી હતી. મુંબઈના રાયન રિકેલ્ટને 41 બોલમાં અણનમ 62 રન, જ્યારે સૂર્યકુમાર યાદવે 9 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા, બેટિંગ કરવા ઉતરેલી, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 16 ઓવર બે બોલમાં માત્ર 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ ઈંડિયંસના ચાર વિકેટ લેનારા અશ્વિની કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. આજે સાંજે લખનઉ ખાતે લખનઉ સુપર ઝાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે.
Site Admin | એપ્રિલ 1, 2025 9:42 એ એમ (AM)
IPLમાં મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને આઠ વિકેટથી હરાવ્યું
