આઇપીએલ ટી-20 ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સને ગઈકાલે રાત્રે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું. 153 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 16.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી સુકાની શુભમન ગિલે અણનમ 61 રન બનાવ્યા હતા.સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. અગાઉ ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ સિરાઝે ચાર અને સાઇ કિશોર તથા પ્રસિધ ક્રિષ્નાએ બે-બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાઝને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા.આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
Site Admin | એપ્રિલ 7, 2025 9:35 એ એમ (AM)
IPLમાં, ગુજરાત ટાઇટન્સનસે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું: આજે મુંબઈ અને આરસીબી વચ્ચે ટક્કર
