IPLમાં, આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.ગઈકાલે રાત્રે ચંદીગઢમાં, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 219 રન બનાવ્યા. જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં પાંચ વિકેટે 201 રન જ બનાવી શક્યું.ગઈકાલે અન્ય એક મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યજમાન કોલકાતા નાઈટ રાઇડર્સને ચાર રનથી હરાવ્યું.
Site Admin | એપ્રિલ 9, 2025 9:16 એ એમ (AM)
IPLમાં, આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
