ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 18, 2025 9:50 એ એમ (AM)

printer

IOCએ લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો સમાવેશ કરાયો

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગનો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે
ગયા મહિને IOC દ્વારા વર્લ્ડ બોક્સિંગને કામચલાઉ માન્યતા આપવામાં આવ્યા બાદ, ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન પાસેથી સત્તા લઈ નવી ગવર્નિંગ બોડીને સત્તા હસ્તાંતરણ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયનું સ્વાગત કરતા, વર્લ્ડ બોક્સિંગના પ્રમુખ બોરિસ વાન ડેર વોર્સ્ટે કહ્યું કે આ ઓલિમ્પિક બોક્સિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે અને તેનાથી ઓલિમ્પિક રમતોમાં બોક્સિંગને પુનઃસ્થાપિત કરવા માટે વેગ મળ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ