મેઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પહેલી ઇનિંગમાં નવ વિકેટે 358 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં નોંધાવેલા 474 રનની સરસાઈ કાપવા ભારતને હજી 116 રનની જરૂર છે.
ભારત વતી નીતિશકુમાર રેડ્ડીએ લડાયક રમત રમીને અણનમ રહી નોંધાવેલા 105 અને વોશિંગ્ટન સુંદરના 50 રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને વળતી લડત આપી હતી. રમત બંધ રહી ત્યારે રેડ્ડીએ 105 અને મોહમ્મદ સિરાજ બે રન સાથે રમતમાં છે. ઉલ્લેખનીય છે કે, પાંચ ટેસ્ટ મેચોની આ શ્રેણીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 મેચ જીતીને બરાબરીમાં છે.
Site Admin | ડિસેમ્બર 28, 2024 6:00 પી એમ(PM) | Cricket | cricket match | ind vs aus | melbourn | Test cricket | test match
INDvsAUS: ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસે વરસાદને કારણે મેચ બંધ, ભારતે નવ વિકેટે 358 રન કર્યા
