ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની એક દિવસીય મેચોની શ્રેણી 2-1 થી જીતી લીધી છે. પહેલી બે મેચ જીત્યા બાદ ગઈકાલે ન્યુ ચંદીગઢ સ્ટેડિયમ ખાતે રમાયેલી અંતિમ મેચમાં ભારતનો પાંચ વિકેટથી પરાજય થયો હતો.
પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા, જેમાં રોહિત શર્માએ 92 અને કેએલ રાહુલે અણનમ 129 રન બનાવ્યા. જવાબમા, વેસ્ટ ઈન્ડિઝે 48 ઓવર અને 2 બોલમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.