આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ – IMFએ આગામી બે નાણાકીય વર્ષ, 2025-26 અને 2026-27માં ભારત માટે 6.5 ટકાના વિકાસ દરનો અંદાજ જાળવી રાખ્યો છે. ગઈકાલે પ્રકાશિત થયેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના નવીનતમ અહેવાલમાં IMF એ આ મુજબ જણાવ્યું છે. IMF અનુસાર, ભારતે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી વિકાસ દર જાળવી રાખ્યો છે.
દરમિયાન, IMF મુજબ 2025 અને 2026માં વૈશ્વિક વૃદ્ધિ 3.3 ટકા રહેવાનો અંદાજ છે, જે 3.7 ટકાની ઐતિહાસિક સરેરાશથી નીચે છે. અમેરિકા અને અન્ય મુખ્ય અર્થતંત્રોમાં આ ઘટાડાને સંતુલિત કરવા કરાયેલા બદલાવ સાથે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકની 2025ની આગાહી ગત ઓક્ટોબર માસ પ્રમાણે યથાવત છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 2:18 પી એમ(PM)