ભારતના સામાજિક સુરક્ષા કવરેજમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, ILO અનુસાર ભારતનું સામાજિક સુરક્ષાનું કવરેજ 2021માં 24.4 ટકાથી વધીને 2024માં 48.8 ટકા થઈ ગયું છે.આઇ. એલ. ઓ. ના વિશ્વ સામાજિક સુરક્ષા અહેવાલનો હવાલો આપતા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સમગ્ર કાર્યબળમાં સામાજિક સુરક્ષા લાભોમાં વધારો આ સફળતાને આભારી હોવાનું પણ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. લોકોમાં રોકાણ વિષય પર બજેટ પછીના વેબિનારમાં બોલતા ડો. માંડવિયાએ ભારતના યુવાનોને કૌશલ્ય અને સશક્ત બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. શ્રી માંડવિયાએ ઉમેર્યુ કે, 2014 અને 2024 વચ્ચે 17.1 કરોડ નોકરીઓનું સર્જન થયું હતું, જેમાં માત્ર પાછલા વર્ષમાં 4.6 કરોડ નોકરીઓનું સર્જન થયું હતું.
તેમણે જણાવ્યું કે, બેરોજગારીનો દર 2017-18 માં 6 ટકાથી ઘટીને 2023-24 માં 3.2 ટકા થયો છે, જ્યારે મહિલા કાર્યબળની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે. શ્રી માંડવિયાએ આ સિદ્ધિઓને આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રગતિશીલ નીતિઓને આભારી ગણાવી હતી.
Site Admin | માર્ચ 26, 2025 9:33 એ એમ (AM)
ILO કહે છે કે, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2021 માં 24.4% થી બમણું થઈને 2024 માં 48.8% થયું.
