કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળે IIT અને JEE પરીક્ષાના પરિણામ અંગે ભ્રામક દાવાઓની જાહેરાત કરવા બદલ IITના વિદ્યાર્થીઓનાં ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈપણ વસ્તુ અથવા સેવાઓની ખોટી અથવા ભ્રામક જાહેરાત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, CCPA એ અત્યાર સુધીમાં ભ્રામક જાહેરાતો માટે વિવિધ કોચિંગ સંસ્થાઓને 46 નોટિસ ફટકારી છે. સત્તામંડળે 24 કોચિંગ સંસ્થાઓ પર 77 લાખ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકાર્યો છે અને તેમને ભ્રામક જાહેરાતો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 2:30 પી એમ(PM) | IIT
IITના વિદ્યાર્થીઓનાં ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
