ICC પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને ગ્રૂપ A ની એક દિવસની મેચમાં 44 રને પરાજય આપ્યો છે. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે જીત માટે આપેલા 250 રનના લક્ષ્યાંકનાં જવાબમાં ન્યૂઝીલેન્ડ 45.3 ઓવરમાં 205 રને ઓલઆઉટ થઈ ગયું હતું.ન્યૂઝીલેન્ડ વતી કેન વિલિયમસને 81 રન કર્યા હતા. ભારત વતી વરૂણ ચક્રવર્તીએ પાંચ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.અગાઉ, ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં નવ વિકેટે 249 રન કર્યા હતા. શ્રેયસ ઐયરે 79 અને હાર્દિક પંડ્યાએ 45 રન કર્યા હતા. મેટ હેન્રીએ પાંચ વિકેટ ઝડપી હતી.ઉલ્લેખનીય છે કે, બંને ટીમ સેમી-ફાઇનલમાં પહેલાંથી જ પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. મંગળવારે સેમીફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે અને ન્યૂઝીલેન્ડ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.
Site Admin | માર્ચ 3, 2025 9:16 એ એમ (AM)
ICC પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 44 રને પરાજય આપ્યો છે.
