આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ ભારતીય સમય મુજબ, બપોરે અઢી વાગ્યે શરૂ થશે.ગઈકાલે લાહોરમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડને 8 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ છે. ઇંગ્લૅન્ડ 49 ઑવર 5 બૉલમાં 317 રન પર ઑલ-આઉટ થયું હતું. અફઘાનિસ્તાને 50 ઑવરમાં 7 વિકેટ ગુમાવી 325 રન બનાવ્યા હતા. બેટ્સમૅન ઈબ્રાહીમ જાદરાને I.C.C. ટ્રૉફીના ઇતિહાસમાં 177 રનનો સૌથી વધુ વ્યક્તિગત સ્કૉર બનાવી ઇંગ્લૅન્ડના બેન ડકેટે બનાવેલા 165 રનનો વિક્રમ તોડ્યો છે.
Site Admin | ફેબ્રુવારી 27, 2025 2:22 પી એમ(PM) | ICC
ICC ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો
