ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 27, 2025 2:06 પી એમ(PM) | ICC

printer

ICC ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો, WPLમાં RCB અને અને ગુજરાત જાયન્ટ્સ ટકરાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ ભારતીય સમય મુજબ, બપોરે અઢી વાગ્યે શરૂ થશે.ગઈકાલે લાહોરમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડને 8 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ છે. ઇંગ્લૅન્ડ 49 ઑવર 5 બૉલમાં 317 રન પર ઑલ-આઉટ થયું હતું.અફઘાનિસ્તાને 50 ઑવરમાં 7 વિકેટ ગુમાવી 325 રન બનાવ્યા હતા. બેટ્સમૅન ઈબ્રાહીમ જાદરાને I.C.C. ટ્રૉફીના ઇતિહાસમાં 177 રનનો સૌથી વધુ વ્યક્તિગત સ્કૉર બનાવી ઇંગ્લૅન્ડના બેન ડકેટે બનાવેલા 165 રનનો વિક્રમ તોડ્યો છે.મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- W.P.L.માં આજે રોયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે બેંગ્લોરમાં મૅચ રમાશે. એમ. ચિન્નાસ્વામી સ્ટૅડિયમમાં સાંજે સાડા સાત વાગ્યે આ મેચ શરૂ થશે.ગઇકાલે મુંબઈ ઇન્ડિયન્સે યુપી વૉરિયર્ઝને 8 વિકેટે પરાજય આપ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સે 143 રનના લક્ષ્યાંકને 2 વિકેટે 17 ઑવરમાં જ હાંસલ કર્યો હતો. નૅટ સાઈવર બ્રન્ટે 44 બૉલમાં અણનમ 75 અને હેલે મેથ્યૂઝે 50 બૉલમાં 59 રન બનાવ્યાં હતાં.મુંબઈ ઇન્ડિયન્સે ટૉસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો. યુપી વૉરિયર્ઝે 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા. નેટ સાઈવર બ્રન્ટે 3 વિકેટ લીધી. તેમને પ્લૅયર ઑફ ધ મૅચ પણ જાહેર કરાયાં હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ