આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે વાગ્યે શરૂ થશે. બંને ટીમો સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી ચૂકી છે. આ મેચની વિજેતા ટીમ મંગળવારે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે પરાજિત ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. દરમિયાન, ગઈકાલે રાત્રે કરાચીમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને સાત વિકેટથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. આ જીત સાથે, દક્ષિણ આફ્રિકા ગ્રુપ B માં ટોચ પર પહોંચી ગયું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 38 ઓવર અને 2 બોલમાં માત્ર 179 રન બનાવ્યા હતા. જો રૂટે સૌથી વધુ 37 રન બનાવ્યા. માર્કો જેનસેન અને વિઆન મુલ્ડરે ત્રણ-ત્રણ વિકેટ લીધી.જવાબમાં, દક્ષિણ આફ્રિકાએ માત્ર ઓગણત્રીસ ઓવર અને એક બોલમાં ત્રણ વિકેટે ૧૮૧ રન બનાવીને મેચ જીતી લીધી. રાસી વાન ડેર ડુસેને શાંત 72 અને હેનરિક ક્લાસેનએ 64 રનનું યોગદાન આપ્યું. આ સાથે, ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.
Site Admin | માર્ચ 2, 2025 8:57 એ એમ (AM)
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ.
