ICC ચેમ્પિયન્સ ટ્રોફીની નવમી આવૃત્તિ આજે બપોરે શરૂ થઈ રહી છે, જેમાં પાકિસ્તાન કરાંચીમાં પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થવાની છે.
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ફાઇનલ આવતા મહિનાની 9મી તારીખે રમાશે.
ગ્રુપ A માં ન્યુઝીલેન્ડ, ભારત, બાંગ્લાદેશ અને યજમાન પાકિસ્તાન છે.
ગ્રુપ B માં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
પાકિસ્તાને 2017 માં ફાઇનલમાં ભારતને હરાવીને ક્રિકેટ ટ્રોફી જીતી હતી.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 10:29 એ એમ (AM)
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન કરાંચીમાં પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે
