ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રૂપ Aમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાનનાં રાવલપિંડીમાં બપોરે અઢી વાગે મેચ શરૂ થશે.ગઈકાલે રાત્રે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે તેનાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો હતો. જેમાં વિરાટ કોહલીએ અણનમ 100 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. શ્રેયસ ઐયરે 56 અને શુભમન ગીલે 46 રન કર્યા હતા. આ સાથે ગ્રૂપ Aમાં સેમિ ફાઇનલમાં ભારતનું સ્થાન નિશ્ચિત બન્યું છે.
Site Admin | ફેબ્રુવારી 24, 2025 2:15 પી એમ(PM) | ICC ચેમ્પિયન્સ ટ્રોફી
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
