ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 28, 2025 2:20 પી એમ(PM)

printer

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. આ મેચ લાહોરમાં ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે રમાશે.ત્રણ પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે, જ્યારે અફઘાનિસ્તાન બે પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા જીતે અથવા તો મેચ રદ થાય તો તે સેમિ ફાઇનલમાં પ્રવેશશે. જો કે, અફઘાનિસ્તાને ક્વોલિફાય થવા માટે જીતવું જરૂરી છે. જો મેચ ના
રમાય તો તેને ત્રણ પોઇન્ટ મળશે અને આ સંજોગોમાં ઇંગલેન્ડ સાઉથ આફ્રિકાને મોટી સરસાઈથી હરાવી તો જ તે સેમિ ફાઇનલમાં પ્રવેશી શકશે. ગઈકાલે, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ સતત વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. પાકિસ્તાને એક પણ વિજય નોંધાવ્યા વિના પોતાના અભિયાનનો અંત કર્યો. બાંગ્લાદેશે પણ જીત વિના પોતાની સફરનો અંત કર્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ