ભારતીય ટીમ આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગઈ છે. દુબઈમાં ગઈકાલે રમાયેલી પહેલી સેમિ-ફાઈનલ મૅચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવી ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જવાબમાં ભારતીય ટીમે 48 ઑવર એક બૉલમાં 6 વિકેટે 267 રન બનાવી મૅચ જીતી લીધી હતી.વિરાટ કોહલીએ સૌથી વધુ 84 રન બનાવ્યા અને તેમને પ્લેયર ઑફ ધ મૅચ પણ જાહેર કરાયા હતા. જ્યારે શ્રેયસ અય્યરે 45 અને કે. એલ. રાહુલે 42 રન બનાવ્યા. ઑસ્ટ્રેલિયા માટે નાથન એલિસ અને એડમ જમ્પાએ 2-2 વિકેટ લીધી હતી. ભારત તરફથી મોહમ્મદ શામીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. જ્યારે વરૂણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. હવે આજે બીજી સેમિ-ફાઈનલ ન્યૂ ઝિલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાકિસ્તાનના લાહોરમાં રમાશે.
Site Admin | માર્ચ 5, 2025 9:36 એ એમ (AM)
ICC ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ઑસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી
