ICC અંડર-19 મહિલા ક્રિકેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વિશ્વ કપ મલેશિયામાં આજથી શરૂ થયો છે. વિશ્વ કપની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચથી થઈ છે. ભારત આવતીકાલે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી મેચ રમશે. ભારતે 2023માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પ્રથમ અંડર-19 મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતને મલેશિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સાથે ગ્રુપ A માં રાખવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં યજમાન મલેશિયા સહિત 16 ટીમો ભાગ લઈ રહી છે.
આ ટીમોને ચાર ગ્રુપમાં મૂકવામાં આવી છે. આ 16 દિવસની સ્પર્ધામાં કુલ 41 મેચ રમાશે. સ્પર્ધાની ફાઇનલ 2 ફેબ્રુઆરીએ કુઆલાલંપુરમાં રમાશે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 2:18 પી એમ(PM)