ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થયો છે. પ્રથમ મેચમાં બાંગલાદેશે સ્કોટલેન્ડને 16 રનથી હરાવ્યું હતું. બાંગલાદેશે ટોસ જીતીને બેટિંગ લઇને 20 ઓવર્સમાં 119 રન કર્યા હતા, જવાબમાં સ્કોટલેન્ડની ટીમ 20 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.બાંગલાદેશ વતી સૌથી વધુ 36 રન શોભના મોહન્તીએ બનાવ્યા હતા, જ્યારે સ્કોટલેન્ડ વતી સારાહ બ્રાઇસ 49 રને અણનમ રહ્યા હતા. આગામી 20 ઑક્ટોબર સુધી ચાલનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે. ભારત તેની પ્રથમ મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ સામે રમશે, જ્યારે પાકિસ્તાન સામેની મેચ રવિવારે રમાશે. છેલ્લાંત્રણ ટી-20 વિશ્વકપ જીતનારી ગયા વર્ષની વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયા, ભારત, ન્યૂ ઝિલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે ગ્રુપ Aમાંછે. જ્યારે ગ્રૂપ Bમાં બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, સ્કૉટલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 7:02 પી એમ(PM)