ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે. આગામી 20 ઑક્ટોબર સુધી યોજાનારી આ સ્પર્ધામાં કુલ 10 ટીમ ભાગ લેશે. વિશ્વકપની પહેલી મેચ આજે બાંગ્લાદેશ અને સ્કૉટલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારત પોતાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝિલેન્ડ વચ્ચે રમશે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે રમાશે.
છેલ્લા ત્રણ ટી-20 વિશ્વકપ જીતનારી ગયા વર્ષની વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયા, ભારત, ન્યૂ ઝિલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે સમૂહ – એ માં છે. જ્યારે સમૂહ – બીમાં બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, સ્કૉટલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. ભારતીય મહિલા ટીમે મંગળવારે દક્ષિણ આફ્રિકાને 28 રનથી હરાવીને અભ્યાસ મેચમાં સતત બીજી જીત મેળવી હતી. જ્યારે પોતાની પહેલી અભ્યાસ મેચમાં ટીમે વેસ્ટ ઇન્ડીઝને 20 રનથી હરાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 3, 2024 10:08 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #T20WomensWorldCup | #T20WorldCup | ICC | news | newsupdate
ICCના નવમા મહિલા ટી-20 વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શારજાહ ખાતે પ્રારંભ થશે.
