આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICCએ આજે આઇસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેનું સમયપત્રક જાહેર કર્યું હતું. આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી સ્પર્ધા રમાશે. વર્તમાન ચેમ્પિયન પાકિસ્તાન વર્ષ 1996 પછી પ્રથમ વાર વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે. તટસ્થ સ્થળ તરીકે યુએઇમાં પણ કેટલીક મેચો રમાશે.ગ્રૂપ એમાં ભારત ઉપરાંત બાંગલાદેશ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન છે, જ્યારે ગ્રૂપ બીમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગલેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે. 19 ફેબ્રુઆરીએ કરાચીમાં પ્રથમ મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ ટકરાશે. 23મીએ ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન દુબઇમાં રમશે.
સલામતીનાં કારણોસર ભારતની ટીમ પાકિસ્તાન નહીં જાય અને તમામ મેચો દુબઇમાં રમશે. પ્રથમ સેમિ ફાઇનલ 4 માર્ચે દુબઇમાં તથા બીજી સેમિફાઇનલ અને ફાઇનલ પાંચ અને નવ માર્ચે લાહોરમાં રમાશે. જો ભારત સેમિ ફાઇનલ કે ફાઇનલ માટે પાત્ર ઠરે તો તે મેચો દુબઇમાં રમાશે.
Site Admin | ડિસેમ્બર 24, 2024 8:11 પી એમ(PM) | ICC