એપ્રિલ 17, 2025 9:55 એ એમ (AM)

printer

I.P.L. ની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સનો વિજય

ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કૅપિટલ્સે રાજસ્થાન રૉયલ્સને સુપર ઑવરમાં પરાજય આપ્યો હતો. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમનો સ્કોર બરાબર થતાં મૅચનો નિર્ણય સુપર ઑવરથી થયો હતો.આ વખતની I.P.L.ની આ પહેલી મૅચ હતી, જેનો નિર્ણય સુપર ઑવરથી થયો. દિલ્હી કૅપિટલ્સે નિર્ધારિત 20 ઑવરમાં પાંચ વિકેટ ગુમાવી 188 રન બનાવ્યા હતા. દરમિયાન રાજસ્થાન રૉયલ્સે પણ 20 ઑવરમાં ચાર વિકેટ ગુમાવી 188 રન બનાવી લીધા હતા.ત્યારબાદ સુપર ઑવરમાં રાજસ્થાન રૉયલ્સે માત્ર 11 રન બનાવ્યા. જ્યારે દિલ્હી કૅપિટલ્સે બે બૉલ બાકી રહેતા જ વિજય મેળવ્યો હતો. હવે આજે I.P.L. ક્રિકેટમાં, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મૅચ રમાશે. આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.