IPL T20 માં, ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે રાત્રે એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન લખનૌ સુપર જાયન્ટ્સ પર પાંચ વિકેટથી વિજય મેળવીને પાંચ મેચની હારનો સિલસિલો સમાપ્ત કર્યો.167 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત સારી રહી, જેમાં ઓપનિંગ જોડી રચિન રવિન્દ્ર અને રાશિદ શેખે 50 રનની ભાગીદારી નોંધાવી. શિવમ દુબેએ 37 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના માત્ર 11 બોલમાં 26 રનના ધમાકેદાર ઇનિંગની મદદથી ચેન્નઈએ 19.3 ઓવરમાં અંતિમ રેખા પાર કરી લીધી.
Site Admin | એપ્રિલ 15, 2025 9:19 એ એમ (AM)
I.P.L.માં ચૈન્નઇ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટસને હરાવ્યું
