ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મૅચ રમાશે. ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંઘ આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. પંજાબની ટીમ શ્રેયસ અય્યર અને કોલકાતાની ટીમ અજિંક્ય રહાણેના સુકાનીપદ હેઠળ મેદાનમાં ઉતરશે.
દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સે ઈજાગ્રસ્ત ઋતુરાજ ગાએકવાડની જગ્યાએ આયૂષ મ્હાત્રેને અને સનરાઈઝર્સ હૈદરાબાદે એડમ જમ્પાની જગ્યાએ સ્મરણ રવિચન્દ્રન-ને ટીમમાં સ્થાન આપ્યું છે. ઘરેલુ ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરનારા આયૂષ મ્હાત્રે 30 લાખ રૂપિયાના કરાર પર ચેન્નઈની ટીમમાં જોડાયા છે.
જ્યારે ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરનારા ડાબા હાથના બેટ્સમૅન સ્મરણ રવિચન્દ્રન-ને પણ 30 લાખ રૂપિયાના કરાર પર હૈદરાબાદની ટીમમાં લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત પંજાબ કિંગ્સના ઝડપી બૉલર લૉકી ફર્ગ્યૂસન ઈજાગ્રસ્ત થતાં ટૂર્નામૅન્ટથી અનિશ્ચિત મુદત માટે બહાર થઈ ગયા છે. જ્યારે સનરાઈઝ્સ હૈદરાબાદની સાથે મૅચ દરમિયાન ફર્ગ્યૂસનને ડાબા પગ પર ખેંચ આવવાના કારણે મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું.
Site Admin | એપ્રિલ 15, 2025 1:49 પી એમ(PM)
I.P.L.માં આજે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો
