ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 4, 2025 2:10 પી એમ(PM)

printer

I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પહેલી સેમિ-ફાઈનલ મૅચ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની પહેલી સેમિ-ફાઈનલ મૅચ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. દુબઈમાં રમાનારી આ મૅચ ભારતીય સમય મુજબ, અઢી વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમ સ્પિનર બૉલર્સના જોરદાર પ્રદર્શનની સાથે ટૂર્નામૅન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે જીત્યા બાદ ભારતે પોતાની અંતિમ લીગ મૅચમાં ન્યૂ ઝિલૅન્ડને પણ 44 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારત ત્રણ મૅચ જીતીને ગૃપ-એ-માં ટોચ પર છે.
બીજી તરફ ઑસ્ટ્રેલિયાની ટીમ પાસે અનુભવ ન હોવા છતાં સારું પ્રદર્શન કરી રહી છે. જૉશ ઇંગ્લિશ, એલેક્સ કૈરી અને એડમ જમ્પા જેવા ખેલાડીઓએ સારું પ્રદર્શન યથાવત્ રાખ્યું છે. તેમ જ સ્ટીવ સ્મિથના સફળ નેતૃત્વમાં ઑસ્ટ્રિલયા એક મોટી ટૂર્નામૅન્ટની બીજી સેમિ-ફાઈનલમાં પહોંચી છે. આ ઉપરાંત ટૂર્નામૅન્ટની બીજી સેમિ-ફાઈનલ મૅચ આવતીકાલે ન્યૂ ઝિલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાકિસ્તાનના લાહોરમાં રમાશે. જ્યારે ફાઈનલ મૅચ આ રવિવારે રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ