આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ I.C.C. પુરુષ ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં અઢી વાગ્યે આ મેચ શરૂ થશે. બાંગ્લાદેશ સામે અગાઉ ભારતે વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે ન્યૂ ઝિલૅન્ડ સામે પહેલી મૅચ હારનારું પાકિસ્તાન દબાણમાં છે.
ગત એક દાયકામાં ખાસ કરીને વર્ષ 2015 બાદથી ભારતની ટીમ પાકિસ્તાન સામે માત્ર એક જ મેચ હાર્યું છે. જ્યારે સાત જીતી અને એક મૅચ ડ્રૉ રહી હતી. એક દિવસીય અને એક દિવસીય વિશ્વકપ મૅચની વાત કરીએ તો, ભારતે પાકિસ્તાન સામે 13માંથી 10 મૅચ જીતી છે. જોકે, ચૅમ્પિયન્સ ટ્રૉફીની વાત કરીએ તો, પાકિસ્તાને ૩ માં અને ભારતે 2 મૅચમાં જીત હાંસલ કરી છે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 2:23 પી એમ(PM) | ક્રિકેટ
I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે બપોરે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ.
