ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 2, 2025 3:46 પી એમ(PM)

printer

I.C.C.ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C.ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં, આજે ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે. આ બંને ટીમ પહેલા જ સેમિ-ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે આ મૅચમાં જીતનારી ટીમ મંગળવારે સેમિ-ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમશે. જ્યારે હારનારી ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે રમશે.
દરમિયાન ગઈકાલે પાકિસ્તાનના કરાચીમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લૅન્ડને સાત વિકેટે પરાજય આપી સેમિ-ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ જીતની સાથે દક્ષિણ આફ્રિકા ગૃપ બી-માં ટોચના સ્થાને પહોંચ્યું છે. ગઈકાલે ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી 38 ઑવર 2 બૉલમાં માત્ર 179 રન બનાવ્યા. જૉ રૂટે સૌથી વધુ 37 રન બનાવ્યા અને માર્કૉ જેન્સન તેમ જ વિઆન મુલ્ડરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ 29 ઑવર અને એક બૉલમાં ત્રણ વિકેટે 181 રન બનાવીને મૅચ જીતી લીધી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ