ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC-તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં વધારાની ટ્રીપનું સંચાલન કરશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, રક્ષાબંધન નિમિત્તે 20 ઓગસ્ટ સુધી 6 હજાર 200 જેટલી અને જન્માષ્ટમીની તહેવાર નિમિત્તે 24 ઑગસ્ટથી 27 ઑગસ્ટ દરમિયાન 5 હજાર 500 જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરશે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મહેસાણા સહિતના વિવિધ શહેરોમાં મુસાફરોના બહોળા પ્રમાણને ધ્યાનમાં લઈને વધુ બસ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ડાકોર, શામળાજી, દ્વારકા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ જવા પણ વધુ બસનું આયોજન કરાયું છે.
Site Admin | ઓગસ્ટ 18, 2024 8:09 એ એમ (AM) | હર્ષ સંઘવી
GSRTC -દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં વધારાની ટ્રીપનું સંચાલન કરાશે.
