ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 16, 2024 7:50 પી એમ(PM) | ગરવી ગુર્જરી

printer

GSHHDCને તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’માટે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું

ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ- GSHHDCને તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’માટે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નિગમે આ પ્રમાણપત્ર મેળવીને ગુજરાત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ ટ્રેડમાર્ક પ્રમાણપત્ર રાજ્યના હાથસાળ-હસ્તકલા ક્ષેત્રના વિકાસ અને સુરક્ષા માટે મુખ્ય ભૂમિકા ભજવશે.
નિગમના મેનેજીંગ ડિરેક્ટર લલિત નારાયણ સિંહ સાંદુએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી રાજ્યની વંશ પરંપરાગત કલા-કારીગરીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે નિગમની “ગરવી ગુર્જરી” બ્રાન્ડને ભારત સરકારનું ટ્રેડમાર્ક પ્રમાણપત્ર હાંસલ થયું છે. તેમણે કહ્યું કે, આ ટ્રેડમાર્કની નોંધણી હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોનાં બજારમાં એક અલગ ઓળખ સ્થાપિત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ