ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે, GPSC દ્વારા વર્ગ એક અને 2ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. અત્યાર સુધી GPSCની વિવિધ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસના વિષયમાં વિવિધ અભ્યાસક્રમ અમલી હતો એમ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે.
ખોટા પ્રશ્નના જવાબમાં વાંધો ઉઠાવવા અંગે ફીના વિરોધ મામલે શ્રી પટેલે જણાવ્યું કે, પ્રશ્નપત્રો કાળજીપૂર્વક તૈયાર કરાય છે અને ઓછી ભૂલ થાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. વધારે વાંધો આવવાના કારણે ફી લેવાનો નિર્ણય કરાયો છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 7:15 પી એમ(PM)