ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2024 4:18 પી એમ(PM)

printer

GPCB બૉર્ડ એ અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર અને ઇસ્કોન મંદિર પરિસરોમાં કપડાંની થેલી માટેના 14 વિશેષ ATM મશીન લગાવ્યા

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ– GPCBએ અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર અને ઇસ્કોન મંદિર પરિસરોમાં કપડાંની થેલી માટેના 14 વિશેષ ATM મશીન લગાવ્યા છે. અહીં દર્શન માટે આવતા ભક્તોને હવે કપડાની થેલીમાં જ પ્રસાદ આપવામાં આવે છે. દર્શનાર્થીઓ ATMમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો નાખી અથવા તો ક્યૂઆર કૉડ સ્કેન કરી થેલી મેળવી શકે છે.
GPCBના અધ્યક્ષ આર. બી. બારડે કહ્યું, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભરૂચ સહિત સાત એસ. ટી. બસમથક તથા સુરતના ઉધના રેલવેમથક પર પ્લાસ્ટિક બોટલનું રિવર્સ વેડિંગ મશીન લગાવવામાં આવ્યું છે. આની મદદથી 2 મહિનામાં 9 હજાર 500થી વધુ બોટલનું રિસાઈકલિંગ કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ