GNLU ગાંધીનગર ખાતે સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં મિશન વાત્સલ્ય અંતર્ગત એક દિવસીય ‘બાળ સુરક્ષા’ કાર્યશાળા યોજાઇ ગઇ.. મંત્રીશ્રીએ જણાવ્યું કે, કાયદા સાથે સંપર્ક- સંઘર્ષમાં આવતા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
તેમણે કહ્યું કે, આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ કલ્યાણ સમિતિના સભ્યો અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યોમાં બાળ અધિકાર આધારિત અભિગમ અપનાવવા તેમજ બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણ પરત્વે વધુ સંવેદનશીલતા લાવી બાળ સુરક્ષાના વિષયોમાં જાગૃતિ લાવવાનો છે..
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, હાલ ગુજરાતમાં ૧૨૦ બાળ સંભાળ સંસ્થામાં ૩ હજાર ૭૬ જેટલા બાળકો સંસ્થાકીય સંભાળ હેઠળ આશ્રય લઇ રહ્યા છે. જ્યાં આ બાળકોને જીવન જરૂરી તમામ ચીજ-વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 7:27 પી એમ(PM)