ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે સ્પેસ-લૉ ના વિષયમાં પાંચ સપ્તાહના તાલીમ કાર્યક્રમનું આજે સમાપન થયું હતું. ભારતની અવકાશ-યુદ્ધ અને સેટેલાઇટ ઇન્ટેલિજન્સ એસેટનું સંચાલન કરતી ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોની સંકલિત એજન્સી એવી ડિફેન્સ સ્પેસ એજન્સી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચેના એમઓયુ અંતર્ગત આ બીજો તાલીમ કાર્યક્રમ હતો. પાંચ સપ્તાહના આ નિવાસી કાર્યક્રમમાં ભારતીય ભૂમિ સેના અને ભારતીય હવાઈ દળના દસ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
Site Admin | ડિસેમ્બર 14, 2024 2:52 પી એમ(PM) | Gandhinagar | GNLU | India | space law