ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી – GMERSની 13 મેડિકલ કૉલેજ માટે નવું ફી માળખું જાહેર કરાયું છે, જે અનુસાર સરકારી ક્વૉટાની 75 ટકા એટલે કે 1500 જેટલી બેઠકો માટેની ફી ઘટાડીને 3.75 લાખ રૂપિયા, જ્યારે કે મેનેજમેન્ટ ક્વૉટાની બેઠકો માટેની વાર્ષિક ફી 12 લાખ કરવામાં આવી છે. આ પૂર્વે સરકારી ક્વૉટાની બેઠકોની ફી 5.50 લાખ રૂપિયા, જ્યારે મેનેજમેન્ટ ક્વૉટાની ફી 17 લાખ રૂપિયા કરાઈ હતી. જેને લઈને રાજ્યભરમાં મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા ફી ભાવ વધારા સામે દેખાવો કરાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. વિદ્યાર્થીઓ સંગઠનોએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
Site Admin | જુલાઇ 16, 2024 7:45 પી એમ(PM) | GMERS
GMERSની 13 મેડિકલ કૉલેજ માટે નવું ફી માળખું જાહેર કરાયું
