FIH હોકી પ્રો-લીગમાં, ભારતીય મહિલા ટીમ આજે જર્મની સામે રમશે. ઓડિશામાં ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં આ મેચ સાંજે સવા પાંચ વાગ્યે શરૂ થશે. સલીમા ટેટેની આગેવાની હેઠળની ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે.
જ્યારે ભારતીય પુરુષ ટીમ સાંજે સાડા સાત વાગ્યે આ જ સ્થળે આયર્લેન્ડ સામે રમશે. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ 4 મેચમાં 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 2:58 પી એમ(PM) | ભારતીય મહિલા ટીમ
FIH હોકી પ્રો-લીગમાં, ભારતીય મહિલા ટીમ આજે જર્મની સામે રમશે
