ઓક્ટોબર 4, 2026 9:18 એ એમ (AM)

printer

વિદેશ મંત્રાલયે પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરી અંગે સખત વિરોધ નોંધાવી પાકિસ્તાન ઉચ્ચાયોગના કાર્યકારી પ્રભારીને સમન્સ પાઠવ્યા

વિદેશ મંત્રાલયે પાકિસ્તાન ઉચ્ચાયોગના કાર્યકારી પ્રભારીને સમન્સ પાઠવ્યા છે. પાકિસ્તાન તરફથી ચાલી રહેલી ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં શુક્રવારની ઘટના અંગે પાકિસ્તાનના આરોપોને પણ ભારતે પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ત્રણ વ્યક્તિઓ પાકિસ્તાનથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા. સરહદ સુરક્ષા દળ BSFએ તેમને વારંવાર પાછા ફરવાની ચેતવણી આપી હતી, પરંતુ તેઓ સરહદી વાડ તરફ આગળ વધતા રહ્યા ત્યારે BSF એ તેમની સામે કાર્યવાહી કરવી પડી હતી.

ભારતે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરી અને દાણચોરીને પ્રતિબિંબિત કરે છે. ભારતે પાકિસ્તાનને આ ઘટનાઓ અને ડ્રગ્સની દાણચોરીની તપાસ કરવા અને તેના સરહદી સુરક્ષા દળોની ભૂમિકા પર કાર્યવાહી કરવા જણાવ્યું છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સરહદનું સન્માન કરવા અને તેની બાજુથી ગેરકાયદેસર હિલચાલ અટકાવવા માટે અસરકારક પગલાં લેવા પણ જણાવવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.