કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે, EPFOના સભ્યોની સંખ્યામાં આ વર્ષે મે મહિનામાં 19 લાખ 50 હજારની વૃદ્ધિ થઈ છે. આ વર્ષ 2018માં પહેલો પે-રોલ આંકડા જાહેર થયા પછીથી એક મહિનામાં થયેલી સર્વોચ્ચ વૃદ્ધિ છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ વર્ષે મે મહિનામાં લગભગ 9 લાખ 85 હજાર સભ્ય સંગઠન સાથે જોડાયા. તેમ જ આ વર્ષે એપ્રિલ મહિનામાં નવા સભ્યોની સંખ્યામાં 10.96 ટકાનો વધારો થયો છે.
મંત્રાલયના જણાવ્યા મુજબ, સંગઠનના સભ્યોમાં મે 2023 પછીથી 19.62 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ રોજગારની તકમાં વૃદ્ધિ, કર્મચારીઓની લાભ પ્રત્યે વધતી જાગૃતિ અને સંગઠનના આઉટરીચ કાર્યક્રમોના કારણે થઈ છે. દરમિયાન લગભગ 14 લાખ સભ્યોએ સંગઠનનું સભ્યપદ બીજી વાર લીધું છે.