ED એ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.બેન્ક ઓફ બરોડાના ડીજીએમ દ્વારા સીબીઆઇ અને એસીબી ગાંધીનગરમાં આ કંપની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી
ડિરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ અમદાવાદ ઝોનલ ઓફિસે તા. 17 ડિસેમ્બર 2024ના રોજ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો જપ્ત કરી હતી. જેમાં રાજુલા ખાતેની કોમર્શિયલ જમીનો અને અમદાવાદના રહેણાંક ફલેટને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ) 2022ની જોગવાઇ હેઠળ પ્રોપર્ટીને ટાંચમાં લીધી છે.
કંપનીના ડિરેકટરો દ્વારા બેન્ક પાસેથી 28 કરોડ 45 લાખની ધંધાના વિકાસ માટે લોન લઇને છેતરપિંડી કરવામાં આવી છે. ઇડીની તપાસમાં સામે આવ્યું હતું કે, સ્ટેઇનલેસ સ્ટીલ શીટ, કોઇલ, પ્લેટ્સ, ફિટિંગ અને વિવિધ પ્રકારના સ્ટીલના ઉત્પાદન માટે કુલ 29 કરોડ 67 લાખ રૂપિયાની ક્રેડિટ સુવિધા આપવામાં આવી હતી. પાછળથી ડિરેકટરોએ છેતરપીંડીના હેતુથી બીજી કંપની બનાવી તેમાં મિલકતો ઊભી કરી નાદારી નોંધાવી હતી. જોકે બેંકે સ્થાવર મિલકતોની હરાજી કરીને 5 કરોડ 64 લાખની રકમ રિકવર કરી હતી.
Site Admin | ડિસેમ્બર 19, 2024 8:17 એ એમ (AM) | ED