પ્રવર્તન નિદેશાલય – EDએ આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 જગ્યાએ એકસાથે દરોડા પાડ્યા છે. બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી અને મહિલાઓની તસ્કરી સંબંધિત કૌભાંડ ચલાવીને ગેરકાયદે કમાણી તેમજ મની લૉન્ડરીંગ મામલે EDએ આ કાર્યવાહી કરી છે.
ટીમે રાંચીના બરિયાતુમાં આવેલી હૉટેલ, નિદાન વિજ્ઞાન કેન્દ્ર ઉપરાંત અનેક જગ્યાએ તપાસ હાથ ધરી છે. રાંચીના બરિયાતૂ પોલીસે જૂન મહિનામાં એક હૉટેલમાંથી બાંગ્લાદેશની ત્રણ યુવતીને પકડી હતી. તેમની પાસે વિઝા અને પાસપોર્ટ ન હોવાનું જણાયું હતું.
Site Admin | નવેમ્બર 12, 2024 3:17 પી એમ(PM)