ઇગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બૉર્ડ – ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે.
ગઈકાલે વેબસાઇટ પર એક સત્તાવાર નિવેદનમાં ECBના મુખ્ય કાર્યકારી અધિકારી રિચાર્ડ ગોલ્ડે પુષ્ટિ કરતા કહ્યું છે કે, તેઓ આનંદ અનુભવે છે કે લોર્ડ્સમાં પ્રથમ વખત મહિલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતીય ટીમ સાથે મુકાબલો કરશે. શ્રી ગોલ્ડે કહ્યું કે તે એક મહત્વનો પ્રસંગ બની રહેશે.
દરમિયાન, ભારતીય મહિલા ટીમ પણ પાંચ મેચોની ટી20 અને 3 વનડે રમવા માટે આવતા વર્ષના મધ્યમાં ઇંગ્લેન્ડ પ્રવાસે જશે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 8:30 એ એમ (AM) | મહિલા ક્રિકેટ
ECBએ મહિલાઓ માટેની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે 2026માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની જાહેરાત કરી છે.
