ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવીને દીપડાના ચામડા અને નખ જપ્ત કર્યા. DRI દ્વારા ચોક્કસ ખાનગી માહિતી અને CID (ક્રાઇમ), ગુજરાતના ઇનપુટ્સના આધારે, અમદાવાદના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક સંગઠિત વન્યજીવ પ્રતિબંધિત વેપાર કામગીરીને સફળતાપૂર્વક અટકાવી અને બે દીપડાના ચામડા અને 18 દીપડાના નખ જપ્ત કર્યા હતા. ગેરકાયદે વેપારમાં સામેલ પાંચ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, અને જપ્ત કરાયેલી વસ્તુઓ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (WPA), 1972 હેઠળ વધુ તપાસ માટે રાજસ્થાન વન વિભાગને સોંપવામાં આવી છે. વન્ય કાયદાની જોગવાઇ મુજબ ચામડા અને નખ સહિત કોઈપણ દીપડાના અંગ વેચાણ, ખરીદી, વેપાર અથવા કબજા પર સખત પ્રતિબંધ મૂકે છે.
પકડાયેલા ચાર વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન, અધિકારીઓને જંગલની સીમમાં 30 કિલોમીટર દૂર દીપડાના ચામડાના બીજા આયોજિત વેપાર વિશે ચોક્કસ માહિતી મળી હતી. જેનાં આધારે DRI ટીમે જંગલ વિસ્તારમાં દરોડા પાડીને વધુ એક વ્યક્તિને પકડી લીધો હતો. તેમજ બીજા દીપડાના ચામડાને જપ્ત કર્યુ હતું.