કેન્દ્રીય મંત્રીમંડળે ડી-એમોનિયમ ફોસ્ફેટ એટલે કે, DAP ખાતર પર પોષક તત્ત્વો આધારિત સબસિડી વધારીને 3 હજાર 500 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીથી ખેડૂતોને પોષાય તેવા ભાવે DAP ખાતર મળી રહેશે.
નવી દિલ્હીમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ખેડૂતોને હવે એક હજાર 350 રૂપિયાના ભાવે 50 કિલોની થેલી મળતી રહેશે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 8:45 એ એમ (AM)