CRPFના મહાનિર્દેશક, જી.પી. સિંહ જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે છે.
તેમણે આજે સરહદી જિલ્લામાં રાજૌરી સ્થિત ફોર્સના કેમ્પની મુલાકાત લીધી. અમારા પ્રતિનીધીના અહેવાલ મુજબ, શ્રી સિંહે જિલ્લામાં સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
તેમણે કાલાકોટ ઉપરાંત કોપરા ખાતે નવા બનાવાયેલ કાઉન્ટર ઇન્સર્જન્સી (સીઆઈ) કેમ્પની પણ મુલાકાત લીધી હતી. અગાઉ તેઓએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ મુલાકાત કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 2:46 પી એમ(PM) | CRPF
CRPFના મહાનિર્દેશક, જી.પી. સિંહ જમ્મુ અને કાશ્મીરની બે દિવસની મુલાકાતે
