કેન્દ્રીય તપાસ સંસ્થા – CBIએ ડીબી સ્ટોક કન્સલ્ટન્સી કૌભાંડ કેસમાં ગુવાહાટી એક્સિસ બેંકના ભૂતપૂર્વ શાખા મેનેજર પુષ્પજિત પુરકાયસ્થ અને દિબ્રુગઢથી સંદીપ ગુપ્તાની ધરપકડ કરી છે. CBIના જણાવ્યા મુજબ, પુરકાયસ્થે રોકાણકારોને ઊંચા વળતરના ખોટા વચન આપ્યા હતા અને ડીબી સ્ટોક્સ સાથે મળીને ગેરકાયદે રીતે કમાણી કરી છે.
કંપનીના મુખ્ય એજન્ટ તરીકે ઓળખાતા સંદીપ ગુપ્તાએ કથિત રીતે 350થી વધુ ગ્રાહકોની માહિતી આપી ગેરકાયદે રીતે ભંડોળ એકઠું કર્યું હતું. તપાસ સસંથાએ જણાવ્યું, તેમણે આ પહેલા ડીબી સ્ટૉકના માલિક દીપાન્કર બર્મન વિરુદ્ધ દેશભરમાં 10 હજારથી વધુ લોકો સાથે અનિયંત્રિત થાપણ યોજના દ્વારા 400 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાના આરોપસર ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
Site Admin | એપ્રિલ 14, 2025 6:16 પી એમ(PM)
CBIએ ડીબી સ્ટોક કન્સલ્ટન્સી કૌભાંડ કેસમાં ગુવાહાટી એક્સિસ બેંકના ભૂતપૂર્વ શાખા મેનેજર પુષ્પજિત પુરકાયસ્થ અને દિબ્રુગઢથી સંદીપ ગુપ્તાની ધરપકડ કરી
