કેન્દ્રીય તપાસ બ્યુરો-CBIએ આજે રાયપુર અને ભિલાઈમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભુપેશ બઘેલના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા. CBIની ટીમો સવારે તેમના ઘરે પહોંચી હતી. શ્રી બઘેલનાં કાર્યાલયે એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “CBI આવી ગઈ છે” અને બઘેલ પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક માટે દિલ્હી જવાના છે.
અહેવાલો અનુસાર, બઘેલના નજીકના સાથીઓ સાથે જોડાયેલા સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. CBIની ટીમે મહાદેવ સટ્ટા એપ કેસની તપાસ કરવા માટે ભિલાઈના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ અને બઘેલના સલાહકાર વિનોદ વર્માના નિવાસસ્થાને પણ દરોડો પાડ્યો હતો.
Site Admin | માર્ચ 26, 2025 2:09 પી એમ(PM)
CBI એ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા
