સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, CBIએ ગેઇન બિટકોઇન ક્રિપ્ટો કરન્સી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 60 થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા છે. મુખ્ય આરોપીઓ સાથે જોડાયેલા સ્થળોને લક્ષ્ય બનાવીને, દિલ્હી NCR, પુણે, ચંદીગઢ, નાંદેડ, કોલ્હાપુર અને બેંગલુરુ સહિતના મુખ્ય શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. ગેઇનબિટકોઇન એ એક કથિત પોન્ઝી સ્કીમ હતી જે 2015 માં અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ અને તેમના એજન્ટોના નેટવર્ક દ્વારા શરૂ કરવામાં આવી હતી. વેબસાઇટ્સ દ્વારા સંચાલિત આ છેતરપિંડી સ્કીમે રોકાણકારોને 18 મહિના માટે બિટકોઇનમાં માસિક 10 ટકા આકર્ષક વળતરનું વચન આપીને લલચાવ્યા હતા. મોટા પાયે છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ લગાવતા દેશભરમાં અનેક FIR નોંધાઇ હતી.
Site Admin | ફેબ્રુવારી 25, 2025 8:15 પી એમ(PM) | CBI
CBIએ ગેઇન બિટકોઇન ક્રિપ્ટો કરન્સી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 60થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા
